AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

રાજ્યની સૌથી મોટી અને 9500 કરોડ બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂક કરવામાં આવી છે. વડોદરાનાં મહિલા મેયર તરીકે પિન્કીબેન સોનીની વરણી કરવામાં આવી છે.   મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. મેયર કિરીટ પરમારે મેયર તરીકે પ્રતિભા જૈનનું નામ મૂક્યું હતું. ભાજપના મેયર પ્રતિભા જૈનને સૌથી વધુ મત મળતાં તેઓની જાહેરાત કરાઈ હતી. મેયર કિરીટ પરમારે નવા મહિલા મેયર પ્રતિભા જૈનને ચાર્જ સોંપ્યો હતો. મેયર પ્રતિભા જૈને ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલના નામ મૂક્યા હતા. ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલને વધુ મત મળતા તેઓને ડેપ્યુટી મેયર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા મેયર માટે પદમાબેન અને ડેપ્યુટી મેયર માટે હાજી મિર્ઝા બેગનું નામ મૂકવામાં આવ્યું હતું. જોકે, દરખાસ્તને વધુ મત ન મળતા ફગાવી દેવાઈ હતી.

Amdavad News

Amdavad Radios