letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:19 PM
Tuesday, December 18
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસેથી પોલીસે એક આરોપીને રૂપિયા ભરેલી બેગ સાથે ઝડપી પાડ્યો. શ્યામલ ચાર રસ્તા નજીક સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આ શખ્સ આઇ 20 કારમાં તેના મિત્ર સાથે બેઠો હતો. જો કે આ સમયે ત્યાંથી હોક સ્કવોર્ડના પોલીસ જવાનો નીકળતા જ તેઓને આ શખ્સ શંકાસ્પદ લાગ્યો હતો. હોક સ્કવોર્ડના પોલીસ જવાનો આ શખ્સની પૂછપરછ કરવા માટે કારની નજીકમાં જતાં શખ્સ હાથમાં બેગ લઇને દોડ્યો. જો કે પોલીસે પણ લગભગ એક કિલોમીટર સુધી તેનો પીછો કર્યો હતો, અને અંતે તેને ઝડપી લીધો હતો. ચોંકાવનારી બાબત તો એ છે કે પોલીસ તેની નજીક પહોચી જતાં જ તેણે પોતે પીએસઆઇ હોવાની બુમો લગાવવા લાગ્યો હતો. પોલીસે તેને પકડતા જ તેની બેગમાંથી રૂપીયા બે લાખ રોડકા અને પીએસઆઇનો યુનિફોર્મ મળી આવ્યો છે. પોલીસ હાલ આરોપીની વધુ પૂછપરછ ચલાવી રહી છે.અમદાવાદના શ્યામલ ચારરસ્તા નજીક ગત મોડી સાંજે પોલીસ અને એક શખ્સ વચ્ચે જાણે કે પકડાપકડીનો ખેલ ચાલી રહ્યો તેવા દ્શ્યો સર્જાયા હતાં. એક કારમાં શંકાસ્પદ બેઠેલા ઇસમની હોક સ્કવોર્ડના કોન્સ્ટેબલ પૂછપરછ કરે તે પહેલા જ તે હાથમાં બેગ લઇને નાસી છુટ્યો. જો કે પોલીસએ તેનો પીછો કર્યો અને અંતે એક કિલોમીટર સુધી પીછો કર્યાં બાદ આરોપી આવી ગયો પોલીસ સકંજામાં.

Amdavad News

Amdavad Radios