letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:55 PM
Tuesday, December 18
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

નવરાત્રી માં દુર્ગાની આરાધના કરવાનો તહેવાર છે, લોકો માંની આરતી, પૂજા કરી ગરબે રમી માતાજીની આરાધના કરતા હોય છે, શહેરભરમાં લોકો નવરાત્રીમાં ગરબાના રંગે રંગાઈ જશે. ત્યારે આવા સમયે મહિલાઓની સુરક્ષાને લઈ પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ રોમીયોની સીધા દોર કરવા અને મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કવોડ ટ્રેડિશનલ ડ્રેસમાં રહી રોમિયોની હરકતો પર બાજ નજર રાખશે.અમદાવાદમાં નવરાત્રિના તહેવારને લઈ મહીલા પોલીસ સતર્ક થઈ છે. મહીલા પોલીસ દ્વારા 10 અલગ અલગ ટિમો બનાવવામાં આવી છે. આ મહીલા પોલીસ ટીમો પાર્ટીપ્લોટ, કલબોમાં હાજર રહેશે અને મહીલાની છેડતી કરનાર યુવકોને કાબુમાં લેશે, મહીલા પોલીસે બનાવેલી ટીમોમાં psi, asi અને મહિલા કર્મચારી રહેશે. એન્ટી રોમિયો સ્કવોડ માટે 2 pi, 7 psi, 50 મહિલા પોલીસનો કાફલો તૈનાત રહેશે, ઉપરાંત પોલીસ દ્વારા 2 ડિકોય ટીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેશે, જેના માટે 2 pi, 6 psi, 30 asi, 50 મહિલા પોલીસની ફાળવણી કરવામાં આવી છે. જેથી કરી મહીલા કોઈપણ પ્રકારના ડર વિના નવરાત્રિ ઉજવી શકે.

Amdavad News

Amdavad Radios