letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:03 PM
Friday, November 16
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદમાં મહિલા સાથે અજાણ્યા માણસે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા માણસે 13 હજાર રોકડા સાથે દાગીના લૂંટી લીધા છે. આ અંગેની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસે નોંધીને તપાસ હાથ ધરી છે.આ મામલે મળતી માહિતી પ્રમાણે મહિલા તેના પતિની સારવાર માટે વીએસ હોસ્પિટલ લઇ ગઇ હતી. જ્યાં તેને એક માણસ મળ્યો હતો. તેણે મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવતા કહ્યું કે મારે અહીં મોટા ડોક્ટરો સાથે ઓળખાણ છે. મહિલા પાસેથી તે લાવેલી 13 હજાર રોકડા અને તેને પહેરેલા દાગીના લઇ ગયો હતો. તેણે મહિલાને કહ્યું હતું કે હું ડોક્ટરને મળીને આવું છું. આવું કહીને તે શખ્સ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

Amdavad News

Amdavad Radios