AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

શહેરના સૌથી જૂના અને સૌથી મોટા સોના-ચાંદી બજાર માણેકચોકમાં દિવસમાં બે વખત સોનુ અને ચાંદીની પાટો ભરેલી ગાડી આવે છે. સોનુ-ચાદી મળી રોજની સરેરાશ 200થી 300 પાટ ઉતરે છે. માણેકચોકમાં વર્ષોથી સોના-ચાંદીની પાટ આ રીતે લઈ જવાય છે. દરેકના ખભે મૂકેલી ચાંદીની એક પાટનું વજન 30 કિલો અને પ્રત્યેક પાટની કિંમત રૂ.12.50 લાખ છે. સોનુ આ રીતે લઈ જવાય પણ તે ઢાંકેલું હોય છે. શહેરમાં દર મહિને સરેરાશ 15 ટન લેખે વર્ષે 180 ટન સોનાની આયાત થાય છે. દર વર્ષે અમદાવાદમાં રૂ.5,760 કરોડની કિંમતના સોનાની આયાત કરવામાં આવે છે. પશ્ચિમના રાજ્યોમાં સોનુ અમદાવાદથી જાય છે. ભારતમાં દર વર્ષે આયાત થતાં 900 ટન સોનામાં શહેરનો હિસ્સો લગભગ 20 ટકા છે.

Amdavad News

Amdavad Radios