letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:15 AM
Wednesday, December 19
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ઘરફોડ ચોરી કરતા આરોપીઓની મોટેરા આશ્રમ પાસેથી ઝડપી લીધા છે. આ ત્રણેય આરોપીઓ માંથી મુખ્ય આરોપી સતપાલસિંગ ચોરી કરવા ફ્લાઇટમાં આવતો હતો. અને ચોરીને અંજામ આપ્યા બાદ ફ્લાઇટમાં હરિયાણા જતો રહેતો હતો. સતપાલસીંગ વર્ષો અગાઉ ભારતીય ફોજમાં નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે. હાલ આ ત્રણેય આરોપીઓ પાસેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 19 લાખ જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને 35 થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપ્યા હોવાની વિગત સામે આવી છે.  હરિયાણા ગેંગનો મુખ્ય સાગરીત સતપાલ સીંગ જે મૂળ હરિયાણાનો રહેવાસી છે તે ચોરીને અંજામ આપવા માટે જે તે રાજ્યોમાં અવરજવર પ્લેનમાં કરતો હોવાનું સામે આવ્યું છે. બાકીના બે આરોપીઓ ચોરીને અંજામ આપતા પહેલા સ્થળની રેકી કરી લેતા હતા અને ઘટનાને અંજામ આપતી વખતે સતપાલસિંગ ચોરી કરતો અને અન્ય બે આરોપીઓ વોચમાં રહેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનારા આ ત્રણેય શખ્શો માંથી મુખ્ય વ્યક્તિ સતપાલસીંગ ઉર્ફે ફોજી તરીકે ઓળખાય છે. આ આરોપી ભૂતકાળમાં ઇન્ડિયન આર્મીમાં કોન્સ્ટેબલ કક્ષાની ફરજ બજાવતો હોવાની વાત સામે આવી છે.

Amdavad News

Amdavad Radios