letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:09 PM
Sunday, September 15
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. પાટનગરમાં અનેકવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો સાથે ધ્વજવંદન કાર્યક્રમ તો પરંપરાગત રીતે યોજાનાર છે જ. ત્યારે આ પર્વની ઉજવણીને ચાર ચાંદ લાગે અને નગરના વસાહતીઓ પણ ઉજવણીને માણે તે માટે છેલ્લા થોડા વર્ષોની પ્રણાલી મુજબ સ્વાતંત્ર્ય પર્વે નગરની તમામ સરકારી ઇમારતોને રોશનીથી ઝળહળતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે જિલ્લા કક્ષાની ઉજવણી કલોલમાં અને ગાંધીનગર તાલુકા કક્ષાની ઉજવણી પાટનગરમાં રામકથા મેદાન પર કરાશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. તેમાં સ્વાતંત્ર્ય પર્વે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં જુદા જુદા વિભાગો દ્વારા રજૂ થનારા ટેબ્લોઝ, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, ધ્વજ વંદનના સ્થળે કરવાની બેઠક વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય વિષયક સુવિધા, વૃક્ષારોપણના કાર્યક્રમો, પોલીસ બેન્ડ, એસઆરપી પ્લાટુન્સ, સ્કાઉટ ગાઇડ, એનસીસી, તથા સાંસ્કૃત્તિક કાર્યક્રમો માટેના આયોજન અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. 

Amdavad News

Amdavad Radios