AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

હાથીજણ નજીકની ડીપીએસ- ઈસ્ટનું રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનું એનઓસી સીબીએસઈ સમક્ષ રજૂ થયું હતું જ્યારે બીજી બાજુ શિક્ષણ વિભાગના રેકોર્ડ પ્રમાણે એનઓસી ડીપીએસને આપવામાં આવ્યું જ ન હોવાથી સ્કૂલ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ સરકારના ટોચના સૂત્રોનું કહેવું છે.ગુજરાતમાં સીબીએસઇની સ્કૂલ શરૂ કરતા પહેલા કોઇપણ કેળવણી ટ્રસ્ટે ગુજરાત સરકારની મંજૂરી લઇને શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી લેવાની હોય છે. ડીપીએસ-ઇસ્ટ દ્વારા ગુજરાતના શિક્ષણ વિભાગની એનઓસી લીધી ન હતી, ઊલટાનું એનઓસી જોડવામાં આવી તે પણ શંકાસ્પદ એટલે કે ખોટી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું છે. સૂત્રોના કહ્યા પ્રમાણે, એનઓસી કોની મદદથી તૈયાર કરવામાં આવી છે. આ એનઓસી આપવામાં કોઈ શિક્ષણ વિભાગના અધિકારીની સંડોવણી છે કે નહીં તેવી બાબતને લઇને પોલીસ ફરિયાદ થશે.

Amdavad News

Amdavad Radios