AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

શહેરમાં BRTS બસ દ્વારા થઈ રહેલા અકસ્માતોને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હવે રહી રહીને જાગ્યું છે અને પાંચ મહત્વના નિર્ણય લીધા છે. જેમાં BRTS બસની ઓવરસ્પીડ, ડ્રાઈવરોને ટ્રેનિંગ, ડ્રાઈવરોનો વ્યવહાર, કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી અને BRTS કોરિડોરમાં ઘુસતા ખાનગી વાહનચાલકો સામે દંડ અને ગુનો નોંધવાની કાર્યવાહીનો સમાવેશ થાય છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ માહિતી આપતા જણાવ્યું કે,હવેથી BRTS બસના ડ્રાઈવરો જે નવા ભરતી થાય છે તેને ટ્રેનિંગ અપાશે, તેનું મેડિકલ અને આઈ ચેકઅપ બાદ જ બસ ચલાવવા મંજૂરી આપવામાં આવશે. ડ્રાઈવરો ચાલુ બસ દરમિયાન મોબાઈલ ફોન રાખી શકશે નહીં, તેઓને ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોન જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત જો BRTS બસના ડ્રાઈવરને પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવશે તો તેની 10 ગણી રકમની પેનલ્ટી કોન્ટ્રાક્ટરને ફટકારવામાં આવશે. જો કે અત્યાર સુધી માત્ર BRTS દ્વારા અકસ્માત થતા જો કોઈનું મૃત્યુ થાય તો કોન્ટ્રાક્ટરને રૂ.1 લાખનો દંડ કરવામાં આવતો હતો. પરંતુ હવેથી જો BRTS દ્વારા સામાન્ય અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને દંડ ફટકારાશે.

Amdavad News

Amdavad Radios