AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદ શહેરનું નામ સ્વચ્છ શહેરોની યાદીમાં આગળ આવે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથાગ પ્રયાસ કરી રહ્યુ છે. શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહી તે માટે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર રસ્તા પર થૂંકનારા લોકો અને ગંદકી કરનારા લોકો સામે આકરા દંડની જાહેરાત કરવામાં આવી છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના અલગ અલગ બ્રિજો અને અન્ડરપાસોની સફાઇ ઝૂંબેશ શરૂ કરી છે. આ મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા સોલિડ વેસ્ટ ડિરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યુ હતુ કે, કમિશનર સાહેબની સૂચનાથી મોડી રાત્રે શહેરના છ અન્ડરપાસ અને બ્રિજની સફાઇ હાથ ધરવામાં આવી હતી. તમામ બ્રિજોને પાણીથી ધોવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલો નંબર આવે તે માટે આ પ્રયાસો હાથ ધરાયા છે.

Amdavad News

Amdavad Radios