AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ)એ નવેમ્બરમાં લીધેલી સીએ ફાઉન્ડેશન, સીએ ઇન્ટરમીડિએટ (ન્યૂ કોર્સ), સીએ આઈપીસીઈ (ઓલ્ડ કોર્સ)નું પરિણામ મંગળવારે જાહેર કર્યું છે, જેમાં અમદાવાદ બ્રાન્ચનું સીએ ઇન્ટરમીડિએટનું 39.72 ટકા, સીએ આઈપીસીઈનું 11.74 ટકા પરિણામ આવ્યું છે.સીએ ફાઉન્ડેશનનો મે-2018માં નવો કોર્સ દાખલ કર્યા બાદ દેશમાં ટોપ 50 રેન્કમાં સૌથી વધુ સર્વાધિક 66 વિદ્યાર્થી ઝળક્યા છે. જ્યારે સીએ આઈપીસીઈ-સીએ ઇન્ટરમીડિએટમાં ટોપ 50માં કુલ 7 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે.આ પરિણામ મે-જૂન 2019ની પરીક્ષાના 33.60 ટકા પરિણામની તુલનાએ 6.12 ટકા પરિણામ વધારે આવ્યું છે. જ્યારે સીએ આઈપીસીઈની પરીક્ષાનું અમદાવાદ બ્રાન્ચ (સેેન્ટર) પરિણામ 11.74 ટકા આવ્યું છે, જે મે-જૂન 2019ની પરીક્ષાના જાહેર 23.12 ટકા પરિણામની તુલનાએ 11.36 ટકા ઓછું છે. સીએ ઈન્ટરમીડિએટ (ન્યૂ કોર્સ) પરીક્ષાના જાહેર પરિણામમાં ઓલ ઇન્ડિયા લેવલ પર પ્રથમ રેન્ક શહેરના અક્ષય જૈને મેળવ્યો છે. જ્યારે સીએ ફાઉન્ડેશનના જાહેર પરિણામમાં બીજો રેન્ક મેમન અક્ષાએ મેળવ્યો છે.સીએ ફાઉન્ડેશનનું કુલ પરિણામ 35.10 ટકાસીએ ફાઉન્ડેશનનું ઓલ ઇન્ડિયા લેવલનું 35.10 ટકા પરિણામ જાહેર થયું છે. કુલ 87,084 વિદ્યાર્થીએ આ પરીક્ષા આપી હતી, જેેમાંથી 30,563 વિદ્યાર્થી પાસ થયા છે. બીજી તરફ મે, જૂન 2019ની પરીક્ષા કુલ 872 વિદ્યાર્થીએ આપી હતી, જેમાંથી 197 વિદ્યાર્થી પાસ થતા 22.59 ટકા પરિણામ આવ્યું છે.ઇન્ટરમીડિએટમાં 1221માંથી 485 પાસનવેમ્બર 2019માં સીએ ઇન્ટરમીડિએટ ન્યૂ કોર્સની બંને ગ્રૂપ પરીક્ષા અમદાવાદ સેન્ટરના 1221 વિદ્યાર્થીએ આપી હતી, જેમાંથી 485 વિદ્યાર્થીઓ પાસ થતાં રિઝલ્ટ 39.72 ટકા આવ્યું છે. મે, જૂન 2019ની આ પરીક્ષા 881 વિદ્યાર્થીએ આપી હતી, જે પૈકી 296 વિદ્યાર્થી પાસ થતાં પરિણામ 33.60 ટકા આવ્યું હતું. ઓલ્ડ કોર્સના નવેમ્બર 2019ના પરિણામમાં મે, જૂનની તુલનાએ 6.12 ટકા પરિણામમાં વધારો થયો છે.IPCEમાં 230માંથી 27 વિદ્યાર્થી જ પાસનવેમ્બરમાં સીએ આઈપીઈસીઈ (ઓલ્ડ) કોર્સની બંને ગ્રૂપની પરીક્ષા અમદાવાદ સેન્ટરના 230 વિદ્યાર્થીએ આપી હતી, જેમાંથી 27 વિદ્યાર્થીઓ પાસ થતાં રિઝલ્ટ 11.74 ટકા પરિણામ આવ્યું છે. મે,જૂનમાં 372 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 86 વિદ્યાર્થી પાસ થતાં પરિણામ 23.12 આવ્યું હતું. ઓલ્ડ કોર્સના મે,જૂનના પરિણામની તુલનાએ 11.36 ટકાનો ઘટાડો નોંધાયો.CA ફાઉન્ડેશનમાં ટોપ રેન્કર્સ

Amdavad News

Amdavad Radios