AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

કોરોનાનો કહેર કોઈ જગ્યાએ પહોંચવાનું બાકી નથી. જેલમાં પણ કેદી અને સ્ટાફ કોરોનાનાં કારણે અસરગ્રસ્ત થઈ ગયા બાદ હવે જેલ તંત્ર એલર્ટ પર આવી ગયું છે. જેલમાં હાલ કેદીઓ માટે કોરોના બેરેક બનાવવામાં આવ્યું છે. જેલમાં નવા આવનાર કેદીઓને 15 દિવસ ફરજીયાત ત્યાં ક્વોરન્ટીન કરવામાં આવે છે.અને આવનારા દિવસોમાં મુખ્ય જેલની બહારની જગ્યામાં કેદીઓને રાખવા માટે તૈયારી કરી દેવામાં આવે છે.કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યાઅમદાવાદ સાબરમતી જેલમાં થોડા સમય પહેલા કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જેલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જેલમાં અન્ય કેદીઓને કોરોનાની અસર ના થાય તે માટે જેલ તંત્ર દ્વારા હવે નવા આવનારા કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે દરેક નવા કેદીનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે.મુખ્ય જેલની બહાર ખુલ્લી જગ્યામાં કેદીઓને રખાશેઆ અંગે જેલ આઇ જી મહેશ નાયકે જણાવ્યું હતું કે,અમે નવા આવનારા કેદી માટે જેલમાં એક નવી બેરેક ફાળવી છે. જે અન્ય કેદીઓને સીધા સંપર્કમાં ના આવી શકે. જ્યારે દરેકને 15 દિવસ ફરજીયાત ક્વોરન્ટીન કરવામાં આવે છે. અને હવે અમે જો વધારે કેદી આવશે તો તેના માટે મુખ્ય જેલની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં પણ કેદીઓ માટે વ્યવસ્થા કરવાની અમે તૈયારી કરી લીધી છે.

Amdavad News

Amdavad Radios