AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

લોકડાઉન ખૂલતાંની સાથે જ રાજયમાં કોરોનાનાં હોટસ્પોટ જાહેર થયેલા અમદાવાદ શહેરમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા માત્ર 2,760 જ છે. એક તરફ રોજ અમદાવાદમાં કોરોનાના 200 ઉપર કેસો આવે છે પરંતુ સામે દર્દીઓને રજા આપી દેવામાં આવી રહી છે. અમદાવાદમાં નોંધાયેલા 12258 કેસોમાંથી હવે માત્ર 2760 દર્દીઓ જ એક્ટિવ છે.  લોકડાઉન ખુલતાની સાથે જ કેસો અચાનક ઘટી ગયા અમદાવાદના હોટ સ્પોટ બનેલા મધ્ય ઝોન એટલે કોટ વિસ્તારમાં શહેરના સૌથી વધુ કેસો હતાં જો કે હવે ત્યાં માત્ર 329 જેટલા જ દર્દીઓ છે. એક અઠવાડિયા પહેલા 1000 ઉપર કેસ મધ્યઝોનમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને કાલુપુરમાં હતા. પરંતુ લોકડાઉન ખુલતાની સાથે જ કેસો અચાનક ઘટી ગયા છે અને દર્દીઓ સાજા થઈ ગયા છે. અન્ય ઝોનમાં પણ ક્રમશઃ કેસો ઘટી ગયા છે.  બુધવારે ડિસ્ચાર્જ થયેલા 1013 દર્દીઓમાંથી 818 દર્દી તો હોમ આઇસોલેશનમાં જ છેતાવ, ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થવા જેવા લક્ષણો ધરાવતા લોકોને જ હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યાં છે. મોટાભાગના દર્દીઓને હવે ઘરે હોમ આઇસોલેશનમાં મોકલી દેવામાં આવી રહ્યાં છે. બુધવારે ડિસ્ચાર્જ થયેલા 1013 દર્દીઓમાંથી 818 દર્દીઓ તો હોમ આઇસોલેશનમાં જ છે. હવે જો પોઝિટિવ દર્દીને બે દિવસ તાવ નથી આવતો તેને દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે અને હોમ આઇસોલેશનમાં રહેવાની જ સલાહ આપવામા આવે છે. દર્દીઓને રજા આપતા પહેલા હવે કોઈ ટેસ્ટ પણ નથી કરવામાં આવતો એટલે હવે દર્દીઓને રામભરોસે છોડી દેવામાં આવી રહ્યા છે.

Amdavad News

Amdavad Radios