AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

જગન્નાથ મંદિર ટ્રસ્ટે  રથયાત્રાની તૈયારીઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. નામ ન આપવાની શરતે જગન્નાથ મંદિરના એક ટ્રસ્ટીએ કહ્યું હતું કે, રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાની વિચારણા છે.  યોજના મુજબ ભગવાનના રથને મંદિરમાં સાત વાર પ્રદક્ષિણા કરાવવામાં આવશે. ત્રણેય રથને વારાફરતી મંદિર પરિસરમાં લાવી પરિક્રમા કરાવાશે. જોકે મંગળા આરતી, પહિંદ સહિતની વિધિ  કરવામાં આવશે. હાઈકોર્ટે મનાઈ હુમક ફરમાવતા 143 વર્ષમાં પહેલી વાર ભગવાનની રથયાત્રા નગરચર્યા કરશે નહીં અને 22 કિલોમીટરમાં નીકળતી રથયાત્રા માત્ર 2200 ચોરસમીટરમાં પૂરી કરવામાં આવશે. આ રથયાત્રામાં મંદિર ટ્રસ્ટ દ્વારા બે હાથીને હાજર રાખવામાં આવશે. નેત્રોત્સવ વિધિમાં હાથીને હાજર રાખવા વિચારણા છે. 

Amdavad News

Amdavad Radios