AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

દોઢ કલાક સુધી મહંતને ગૃહ રાજ્યંમંત્રી અને પોલીસવડા સાથેની બેઠક બાદ ત્રણેય રથનું મંદિર પરિસરમાં પ્રસ્થાન શરૂ થઈ ગયું છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફરી રહ્યો છે. રથ ફેરવતી વખતે બલરામનો મુગટ નીચે પડી ગયો હતો. 10 મિનિટમાં ત્રણેય રથે મંદિર પરિસરમાં એક એક પરિક્રમા કરી છે. હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરથી મંદિર ગુંજી ઉઠ્યું છે. ભક્તોને મંદિરમાં દર્શન માટે લાઈનમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. થર્મલ ગનથી ચેક કરી અને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 9.30 વાગ્યે ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવાનો શરૂ કરાયું છે. હાલમાં જમાલપુર બ્રિજ તેમજ હાથિખાના તરફથી બેરીકેડ ખોલી દેવામાં આવ્યા છે. આ વર્ષે રથયાત્રામાં 14 હાથી અને દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળીદર વર્ષની જેમ ઢોલ નગારા સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા છે. રથયાત્રા માટે હાલ 14 હાથીઓને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યાં છે. સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારબાદ 6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને અને આવ્યા 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામા આવ્યા છે. દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે. રથ પર જાય તે પહેલા તમામનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં હતા અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. 

Amdavad News

Amdavad Radios