AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

સાયબર ક્રાઇમની દુનિયામાં ગુનેગારો દિવસેને દિવસે લોકોના પૈસા પડાવા માટે રોજ રોજ નવા કીમિયા લઈ આવે છે. ત્યારે અમદાવાદના ATMમાંથી નાણાં ન નીકળતા કસ્ટમર કેરમાં યુવકને ફોન કરવો ભારે પડ્યું અને હજારો રૂપિયાથી હાથ ધોવાનો વારો આવ્યો છે. આવો જ એક  છેતરપિંડીનો  કિસ્સો કાગડપીઠ પોલીસ સ્ટેશન ચોપડે નોંધયો છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી લોકોના રૂપિયા ચાઉં થઈ જતા હોવાની અનેક ફરિયાદો થઈ છે. પણ અમદાવાદ શહેરમાં ફ્રોડનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવકને એટીએમમાંથી નાણાં ન નીકળતા તેણે કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. બાદમાં નાણાં તો આવી ગયા પણ ફરી એક ફોન આવ્યો હતો અને 43 હજારનો ફ્રોડ થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.  રાયપુરમાં રહેતા મનોહરભાઈ જાવલે ડેટા ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેઓને એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે અને ગત 22મીએ સાંજે તેઓને રૂપિયાની જરૂર ઉભી થઈ જતી. જેથી તેમના ઘર નજીક પંજાબ નેશનલ બેંકના એટીએમ સેન્ટર પર ગયા હતા. ત્યાં 3500 રૂપિયા કાઢવા પ્રોસેસ કરી હતી. પણ મશીનમાં રૂપિયા ન હોવાથી તેઓના રૂપિયા નહોતા નીકળી શક્યા. પરંતુ તેઓના 3500 રૂપિયા એકાઉન્ટમાંથી ડેબિટ થઈ ગયા હોવાનો મેસેજ તેઓને આવ્યો હતો.  જેથી તેમણે ગુગલમાંથી એસબીઆઈ બેંકના કસ્ટમર કેરનો નમ્બર શોધ્યો અને બાદમાં 18002086289 પર ફોન કર્યો હતો.

Amdavad News

Amdavad Radios