letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:21 PM
Thursday, January 21
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

કોરોના સામે ભારત બાયોટેક દ્વારા બનાવેલી કોવેક્સિનની ટ્રાયલ માટે 25 લોકોએ સોલા સિવિલ ખાતે નામ નોંધાવ્યા છે. તેમને ગુરુવારે સવારે 9.30થી રસી આપવાનું શરૂ કરાશે. પ્રથમ તબક્કામાં 1 હજાર લોકો પર આ રસીનું પરીક્ષણ કરાશે. જેમાં વિવિધ રોગના 25 ટકા દર્દી અને અન્ય વોલન્ટિયર્સ 75 ટકા હશે. વોલન્ટિયર્સ પહેલીવાર આવે ત્યારે જરૂરી ટેસ્ટ પછી રસીનો પહેલો ડોઝ અપાશે. ત્યારબાદ મહિના પછી બીજો ડોઝ અપાશે. તેનું એક વર્ષ સુધી ફોલોઅપ લેવાશે. રસીના 500 ડોઝ આવ્યા છે જે દૈનિક 20-20 લોકોને અપાશે. જે વોલન્ટિયર્સ રસી મૂકાવવાના છે તેમના નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. રસીને ડીપફ્રીઝમાં માઈનસ 2થી8 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે. રસી આપવા માટે બનાવાયેલા ક્લિનિકલ ટ્રાયલ રૂમમાં કિટ પહેરીને તાલીમ પામેલા ખાસ લોકો જ જઈ શકશે.

Amdavad News

Amdavad Radios