AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

17 Jan 2021

નારણપુરા જિલ્લામાં પ.પૂ. શ્રી પુરુષોત્તમ ચરણ શાસ્ત્રીજી ના સાનિધ્ય અને મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનનો શુભારંભ

અયોધ્યા ખાતે  નિર્માણ થઈ રહેલા ભવ્ય રામ જન્મભૂમિ મંદિરના નિધિ સમર્પણનો નારણપુરા જિલ્લા નો પ્રારંભ મિરામ્બિકા સ્કૂલ ખાતે પ.પૂ. શ્રી પુરુષોત્તમ ચરણ શાસ્ત્રીજી (ઝુંડાલવાલા) ની નિશ્રામાં યોજાયો હતો. રામ જન્મભૂમિ મંદિર આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવનાર પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ ચરણ શાસ્ત્રીજી મહારાજે જણાવ્યું હતું કે અયોધ્યા એ માનવતા, અધ્યાત્મ અને હિન્દુ સંસ્કૃતિની દીવાદાંડી છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણી આંખો સામે ભવ્ય રામમંદિર બની રહ્યું છે, ભગવાન રામના પૂર્ણ દર્શન કરી આ નિર્માણમાં સહયોગ આપી આપસૌ ધન્યભાગી થશો આ પ્રસંગે મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે રામ મંદિર એ રાષ્ટ્રના ગૌરવ અને શ્રદ્ધાનો વિષય છે - એ સાચું રાષ્ટ્ર મંદિર છે અભિયાનના જિલ્લાના વાલીશ્રી પરાગભાઇ શાહે  ભૂમિકા મૂકતા કહયું "આ કાર્યક્રમ મંદિર નિધિ સમર્પણ સુધી સીમિત ન રહેતા સમાજ-જીવનમાં 'રામત્વ' નું જાગરણ થાય તે માટે કાર્યશીલ થવા કહ્યું- સમાજ સબળ, સમરસ, સંગઠિત, સંસ્કારશીલ અને હિન્દુ જીવનમૂલ્યોનું આચરણ કરવાવાળો બને તે માટે આ અભિયાન છે. રામ મંદિર નિર્માણ કાર્યક્રમ એ રાષ્ટ્ર મંદિર નિર્માણની શરૂઆત છે  આ સમારોહમાં શ્રી ઈલેશભાઈ પટેલ (₹ ૨,૫૦,૦૦૦), શ્રી મનોજભાઇ ગમારા (₹ ૨,૫૦,૦૦૦) અને અન્ય ઉપસ્થિત શ્રેષ્ઠિયોએ કુલ રૂ.11,61,000 નું સમર્પણ કર્યું . આમ અભિયાન શુભપ્રારંભ થતા નારણપુરા જિલ્લામાં થી કુલ ₹ 64,00,000 નું સમર્પણ થયું છે. કાર્યક્રમમાં નારણપુરા અભિયાન પ્રમુખશ્રી તારકભાઇ પટેલ, VHP અને સંઘના અનેક અધિકારીઓ, કર્ણાવતી ના પૂર્વ મહાપૌર શ્રી ગૌતમભાઈ શાહ, વિસ્તારના કોઉન્સિલરો અને બાજપા ના અન્ય પદાધિકારી જોડાયા હતા.નારણપુરા વિસ્તારના 125 જેટલા સામાજિક અગ્રણીઓ કાર્યકર્તાઓ, નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Amdavad News

Amdavad Radios