AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

રાજયની છ મહાનગરપાલિકાઓમાં કોરોનાની મહામારી વચ્ચે મતદાનની ટકાવારી વધારવા અમદાવાદ કલેકટર તરફથી નવતર અભિગમન અપનાવવામાં આવ્યો છે. મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યાં છે. 21મી ફેબ્રુઆરીએ અમદાવાદ સહિત 6 મનપાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે અમદાવાદ જિલ્લા કલેકટરે મતદાનની ટકાવારી વધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયાં છે. હેલ્પલાઈન નંબર 079-27569105 થી 079-27569109 પર મતદારને મતદાન અંગેની તમામ માહિતી મળી રહેશે. અમદાવાદ કલેકટર સંદિપ સાગલેએ જણાવ્યું કે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અમે મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.

Amdavad News

Amdavad Radios