AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદમાં ફરી પાછા વિદેશી નાગરિકોને ફસાવીને રૂપિયા પડાવવા કોલ સેન્ટર શરૂ થયા હોવાનું સામે આવ્યું છે. મણિનગરમાં ઘરમાં ચલાવતા કોલસેન્ટરની જાણ થતાં અમદાવાદ સાયબર ક્રાઇમે રેડ કરી હતી. જેમની પસેથી મળેલ લેપટોપ અને અન્ય વિગતો મળી હતી .જેના આધારે સમગ્ર કોલ સેન્ટર કૌભાંડ સામે આવ્યું છે. હાલ આ લોકો સાથે કોણ મોટા માથા જોડાયેલા છે તેની તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઈમને ગેરકાયદેસરના કોલસેન્ટરની માહિતી મળી હતીઅમદાવાદ સાયબર ક્રાઈમને બાતમી મળી હતી કે, સાગર અનુપકુમાર મહેતા મણિનગર ખાતે રહે છે. જે ગેર કાયદેસર કોલ સેન્ટર ચલાવી કોલરો રાખી ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો ધરાવી સોફટ દસ્તાવેજો જેવા કે, લીડ, ડેટા તેમજ ગેર કાયદેસર પેડે પ્રોસેસમાં કોલિંગ માટે જરૂરી રહેતી સ્ક્રિપ્ટ ધરાવે છે અને કોલસેન્ટર પરથી અમેરિકન નાગરિકોને કોલિંગ કરી લોન આપવાની જુદીજુદી લાલચ આપીને વેરિફિકેશન ફી, લોન એગ્રિમેન્ટ ફી વગેરેના નામે ડોલર લેવાનું જણાવી અમેરિકન નાગરિકો પાસેથી ડોલર મનીકાર્ડ વાઉચરમાં નંબર જણાવીને આગળની પ્રોસેસ કરી નાણાનું પ્રોસેસિંગ કરી ગેરકાયદેસરની પ્રવૃતિ ચલાવી રહ્યો છે.

Amdavad News

Amdavad Radios