AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ચાલુ લગ્નમાં વરરાજા અને તેના પિતાએ કરેલી મારામારી મામલે પોલીસે વરરાજા અને તેના પિતાની ધરપકડ કરી છે. આ બંનેને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અને બાદમાં પોલીસે બંનેની ધરપકડ કરી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા લગ્ન પ્રસંગમાં ફોટા પડાવવાની બાબતે બબાલ થતાં જાન લીલા તોરણેથી પરત ફરી હતી. અલગ અલગ સ્ટાઇલથી ફોટા પાડવાની યુવતીએ ના પાડતાં વર-વધૂ વચ્ચે બબાલ થઈ હતી. આ પછી વરરાજાએ લગ્નની ના પાડતાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેથી અમરાઇવાડીમાં હબીબ શેઠની ચાલીમાં રહેતી અને ટીવાયબીકોમમાં અભ્યાસ કરતી યુવતીએ રામોલ પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ કરી હતી.

Amdavad News

Amdavad Radios