AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદ શહેરમાં અનેક બિલ્ડીંગોમાં ફાયર NOC ન હોવાને લઇ ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા લોકોને NOC રીન્યુઅલ અંગે આગોતરી જાણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. તમામ બિલ્ડીંગમાં તપાસ કરી અને જેઓને ફાયર NOC નથી તેઓને મેળવી લેવા હવે આધુનિક પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે. 15 જુલાઇથી 15 ઓગસ્ટ સુધીમાં જે પણ કોમર્શિયલ, રેસિડેન્સીયલ, હોસ્પિટલ, હોટલો વગેરેને NOC રિન્યુ કરવાની છે તેનું લિસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જાહેર કરી દેવાયું છે. 156 જેટલી બિલ્ડીંગનો લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લી તારીખ પહેલા આ તમામ બિલ્ડીંગના માલિકો અને કબજેદારોને NOC લેવા ફાયરબ્રિગેડે જાણ કરી છે.

Amdavad News

Amdavad Radios