AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

પીએમ મોદી(PM Modi)   16મી જુલાઇએ ગુજરાતમાં રેલવેના કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરશે અને  પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે. તેઓ આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત સાયનસ સિટીમાં એક્વાટિક્સ એન્ડ રોબોટિક્સ ગૅલરી અને નેચર પાર્ક(Nature Park)નું પણ ઉદ્ઘાટન કરશે. રેલવેની પરિયોજનાઓમાં નવા રિડેવલપ કરાયેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન, ગેજ રૂપાંતરિત કમ વીજળીકરણ કરાયેલ મહેસાણા-વરેઠા લાઇન અને નવા વીજળીકરણ કરાયેલા સુરેન્દ્રનગર-પિપાવાવ સેક્શનનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી બે નવી ટ્રેનો- ગાંધીનગર કેપિટલ-વારાણસી સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને ગાંધીનગર પાટનગર અને વરેઠા વચ્ચે મેમુ સેવા ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે.

Amdavad News

Amdavad Radios