AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

શહેરમાં મંગળવારે એક જ દિવસમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 44,819 નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. અગાઉ 3 જુલાઈએ 44,540ને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમાં ક્રમશ: ઘટાડો થયો હતો. જો આ રીતે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ રહે તો 2થી 3 મહિનામાં 100 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ મળી જશે. ​​​​​​​મંગળવારે 44,819ને રસી અપાઈ હતી. જેમાં 23,980 યુવાનોનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં 3428627ને રસી અપાઈ છે. જેમાં 26.97 લાખે પ્રથમ અને 7.31 લાખને બીજો ડોઝ અપાયો છે. બીજી બાજુ મ્યુનિ.એ શહેરમાં કોરોનાના ટેસ્ટિંગ માટેના 28 ડોમ દોઢ મહિના પછી શરૂ કર્યા છે. આ ડોમ પર આરટીસીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે. હાલ શહેરમાં કોરોના દૈનિક કેસ સિંગલ ડિજિટમાં આવી રહ્યા છે. 28 ડોમમાં રોજ 100 ટેસ્ટ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. 50 રેપિડ એન્ટિજન ટેસ્ટ અને 50 આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. ગુરુવારથી આ તમામ ડોમમાં ટેસ્ટની કામગીરી પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે જે માટે જરૂરી સ્ટાફની પણ ફાળવી કરી દેવામાં આવી છે. અચાનક ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવતાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. જે દર્શાવે છે કે કંઈક અલગ રંધાઈ રહ્યું છે.

Amdavad News

Amdavad Radios