letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:12 PM
Wednesday, April 24
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

સમાજમાં દિન પ્રતિદિન છોકરીઓ સાથે છેડતીની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને એક સોસાયટી- ફ્લેટમાં જ રહેતા હોય તેવા કિસ્સાઓ બને છે પરંતુ છોકરીઓ પોતાની આબરૂ બચાવવા માટે બહાર નથી આવતી. હવે સગીર વયના છોકરાઓ દ્વારા પણ પ્રેમના નામે છેડતી કરતા હોવાના કિસ્સા બની રહ્યાં છે. અમદાવાદમાં 14 વર્ષીય સગીરએ તેની જ સોસાયટીમાં રહેતી સગીરાના એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. જેથી અવાર નવાર સગીરાને પ્રેમ ભર્યા પત્રો મોકલતો તથા હેરાન કરતો હતો. સગીરા આ સગીરથી એટલી હદે ડરી ગઈ હતી કે નવરાત્રિમાં તેની છેડતીના ડરે ગરબા ગાવા પણ જતી ન હતી. જેથી સગીરાના માતા-પિતાને જાણ થતા તેઓએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે સગીર યુવકનું કાઉન્સેલીંગ કરીને આ ઉંમરે અભ્યાસમાં ધ્યાન આપી પોતાની કારકિર્દી બનાવવા માટે સમજાવ્યા હતાં.

Amdavad News

Amdavad Radios