છેલ્લા કેટલાક સમયથી અંબાજી મંદિરના ગર્ભગૃહમાં VIP દર્શનનો વિવાદ સામે આવ્યો હતો, જેમાં કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે 5000 રૂપિયા લઈ VIP દર્શન કરાવવામાં આવતાં હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યાર બાદ હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે VIP દર્શન બંધ કરી દીધા છે. VIP ગેટને આજે તાળું લાગ્યુંસુપ્રસિદ્ધ ડાકોર મંદિરમાં VIP દર્શન બાદ શક્તિપીઠ અંબાજીમાં પણ VIP દર્શનનો મુદ્દો સામે આવ્યો હતો, જેમાં 5000 રૂપિયા લઈને VIP દર્શન કરાવવાના આક્ષેપ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પર થયા હતા. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આક્ષેપનું ખંડન કરી VIP દર્શન ન થતાં હોવાની વાત કરી હતી. શ્રદ્ધાળુઓ અને ભક્તો જે દાન સ્વરૂપે ભેટ આપે છે અને આ ભેટ સ્વરૂપે દર્શન થતાં હોવાની વાત કરી હતી. જે ગેટમાંથી VIP દર્શન કરવા માટે પ્રવેશતા હતા એને આજે તાળું લાગી ગયું છે અને VIP દર્શન બંધ થયાં છે.


Gujarat News
09 Sep 2023