હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં ફરી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સમી સાંજે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ ખબાક્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ફતેપુર ગામે વીજળી પડવાથી દાદા-પૌત્ર તેમજ એક ગાયનું મોત થયું છે. છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં ગત રોજથી વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આ ઉપરાંત સિદ્ધપુરમાં ભારે પવન સાથે મેઘરાજાએ રીએન્ટ્રી મારી હતી. તો બીજી તરફ સવારથી ડાંગ જિલ્લાના લગભગ ત્રણે તાલુકાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. તેમજ શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ઉપર કાળમીંઢ શિલા તથા માટીનો મલબો ધસી પડ્યાં હતાં. ....Cont


Gujarat News
09 Sep 2023