13 Sep 2023
આગરા જયપુર નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રેલરે પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારતા 11 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ બસ ભાવનગરથી મથુરા જતી હતી. આ બસ બગડી ગઇ હતી જેથી તેને રિપેર કરવા માટે રસ્તાની એક બાજુ ઉભી રાખવામાં આવી હતી. તે દરમિયાન જ ટ્રેલરે બસને ટક્કર મારીને 20થી 25 ફૂટ ઘસેડી હતી. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા.