13 Sep 2023
શાસ્ત્રોથી લઈને આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનમાં પણ ગાયના ઘીને (Cow Ghee) ઉત્તમ માનવામાં આવ્યું છે. તેમાં પણ બજારમાં સિરોહી પ્રજાતીના ગાયના (Sirohi Cow Ghee) ઘીની ખૂબ જ માગ છે. આ ગાયને પાળીને પશુપાલક થોડા જ સમયમાં લાખો રુપિયામાં રમવા લાગે છે. સિરોહી પ્રજાતીની ગાય રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે. કહેવાય છે કે ભારતમાં જોવા મળતી જુદી જુદી પ્રજાતીની ગાય પૈકી આ સૌથી શુદ્ધ પ્રજાતી છે.