પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પૂરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ. કરવામાં આવી રહ્યા છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પૂરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બપોરે 12 વાગ્યે 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 1,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં પાણીની સપાટી 136.11 મીટર છે. પાણીની આવક 9,38,060 ક્યૂસેક, 3 કલાકમાં સરેરાશ આવક 6,82,791 ક્યૂસેક છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 41,919 ક્યૂસેકની જાવક છે. વડોદરા જિલ્લાના 25 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. કરજણ તાલુકાના 22 ગામ એલર્ટનર્મદા ડેમમાંથી પાણી છોડાવાની શક્યતાઓને પગલે વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને અલર્ટ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે. વડોદરાના ડભોઇ તાલુકાના 3, શિનોર અને કરજણ તાલુકાના કુલ 22 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ છે. શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ હતી. ત્યારબાદ દર કલાકે વધુ ગેટ ખોલી પાણી છોડવાની શક્યતાઓના પગલે જિલ્લા કલેક્ટર અતુલ ગોરે વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠા શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના ગામડાઓને સાવધ કરવા તાલુકા તંત્ર વાહકોને જણાવ્યું છે. ...Cont


Gujarat News
16 Sep 2023