ગુજરાત વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. આ બિલ લાગુ થતાંની સાથે જ રાજ્યની 11 યુનિવર્સિટી સમાન કાયદા-નિયમ આધીન સંચાલન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી બિલ પર 12 કરતાં વધુ ધારાસભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પબ્લિક યુનિવર્સિટી બિલ પર વિધાનસભામાં ચર્ચામાં 5 કલાક જેટલો સમય લાગ્યો હતો, જોકે આ બિલને લઈને કોગ્રેસ દ્વારા સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે રાજ્યમાં 11 યુનિવર્સિટી ઉપરાંત 100 ખાનગી યુનિવર્સિટી છે, ત્યારે આ તમામ યુનિવર્સિટીને પણ આ બિલ હેઠળ આવરી લેવામાં આવે એવી અમારી માગ છે. ....Cont


Gujarat News
17 Sep 2023