રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા જળસંગ્રહ નોંધાયો છે, જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતાં નયમરમ્ય નજારો જોવા મળ્યો છે. તો બીજી તરફ, ભારે વરસાદ વરસેલા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 12,444 લોકોનું સ્થળાંતર કરાયું છે. જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલાં લઈ પુનઃ એકવાર 'ઝીરો હ્યુમન લાઇફ લોસ'ના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી સામે આવી છે.


Gujarat News
19 Sep 2023