letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:02 AM
Sunday, December 16
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

માતાજીની આરાધાના કરવાનો સમય આવી ગયો છે. નાની બાળાઓથી લઇને યુવાનો માતાજીને મનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, તો તમામ મહાનગરોમાં પાર્ટી પ્લોટ બૂક થઇ ગયા છે, પાસ વહેંચાય ગયા છે, તો વિવિધ ક્લાસમાં ડાંડિયા શીખ્યા બાદ વિનર બનવા માટે ખેલૈયાઓ થનગની રહ્યાં છે. ત્યારે આ તમામની મનોકામના વચ્ચે હંમેશા વરસાદ વિઘ્ન બનીને રંગમાં ભંગ પાડતો હોય છે, પરંતુ આ વખતે ખેલૈયા માટે રાહતના સમાચાર છે.દેશના હવામાન વિભાગે નવરાત્રિને લઈને કેટલીક આગાહીઓ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અબરી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે, એટલું જ નહીં લુબાન વાવાઝોડું સક્રિય થઇ ગયું છે, પરંતુ ખુશીની વાત તો એ છે કે આ વાવાઝોડાની અસર ગુજરાતને થશે નહીં, એટલું જ નહીં નવરાત્રિ દરમિયાન વરસાદ પણ નહીં પડે.