letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:00 AM
Wednesday, November 14
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દીપાવલીનાં કાર્યક્રમ અંતર્ગત કિટ વિતરણ, રૈયાધાર આવાસ યોજનાના રહેવાસીઓને નળ કનેક્શન ફોર્મ વિતરણ કેમ્પ, સફાઈ કર્મચારીઓનો મેડીકલ કેમ્પ તથા હેલ્થ ચેક કાર્ડનું વિતરણ, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિડિયોનું લોન્ચિંગ તેમજ ૩૨૪ ટીપર વાનમાં પી. એ. સિસ્ટમ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ્ હસ્તે યોજાઈ ગયો.  આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરજનોને દીપાવલી પર્વની શુભેચ્છા પાઠવી હતી.તેમણે  જણાવ્યું હતું કે, "રાજ્યભરમાંથી મફતિયાપરા દુર કરવાની સરકારની નેમ છે. સરકારી જામીન પરના મફતિયાપરા દુર કરી તેના સ્થાને રસ્તા, ગટર, લાઈટ, પાણી જેવી સારી સુવિધાવાળા આવાસો બનાવીને લાભાર્થીને આપવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ અગાઉ ૧૧ જેટલી આવાસ યોજના બનાવી ૩૦૦૦ જેટલા કુટુંબોને આવાસો ફાળવ્યા છે. શહેરનો વિકાસ કુદકે અને ભૂસકે થઇ રહ્યો છે ત્યારે શહેરને જુદા જુદા પ્રોજેક્ટ ભેટ આપ્યા છે. રૈયાધાર વિસ્તારમાં રૂ.૧૦ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આ વિસ્તારનો રોગચાળો અને ગંદકીનો પ્રશ્ન હલ થઇ શકે તેમ છે."