letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:02 AM
Saturday, December 15
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ભારતની 135 કરોડ વસ્તી સામે 5.29 કરોડ કરદાતા છે.આમ દેશમાં 3.90 ટકા લોકો ઇન્કમટેક્સ ભરે છે. જેની સામે ગુજરાતમાં 6.80 કરોડની વસ્તી સામે 68 લાખ કરદાતા છે. વસ્તીના 10 ટકા લોકો ઇન્કમટેક્સ ભરે છે. વર્ષ 2018-19 ના વર્ષમાં ગુજરાતીઓ રૂ. 55,571 કરોડ ઇન્કમટેક્સ ભરશે. જેની સામે કેન્દ્ર સરકાર ગુજરાતને માત્ર રૂ. 6,040 કરોડ રકમ ફાળવશે. જ્યારે સૌથી વધારે ઉત્તર પ્રદેશને રૂ. 35,168 કરોડની રકમ ફાળવવામાં આવશે. આમ ગુજરાત દેશમાં સૌથી વધુ કરદાતાઓમાં મોખરે હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) નવી દિલ્હીના ચેરમેન સુશીલ ચંદ્રાએ આજરોજ વેજલપુર ખાતે આવકવેરાના નવા બિલ્ડિંગના ઉદઘાટનમાં જણાવ્યું હતું. કરદાતાઓ તેમના ટેક્સના રિટર્નમાં ચોખ્ખી આવક દર્શાવે તે જરૂરી છે. હવે કરદાતાઓની રિટર્ન સ્કૂટિની એસેસમેન્ટ 0.5 ટકા જેટલું નહિવત્ થઇ ગયું છે.