letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:14 AM
Saturday, December 15
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

 સાસણ ગીરમાં સિંહ દર્શન માટે બનાવાયેલા દેવળીયા સફારી પાર્કમાં ગુરૂવારે બે સિંહે એક કર્મચારી પર હુમલો કરીને તેને મારી નાખ્યો હતો. તેને બચાવા ગયેલા અન્ય બે કર્મચારી ઉપર પણ સિંહે હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને જૂનાગઢ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.  સાસણ ગીરની સફારી ઉપરાંત સિંહ દર્શન માટે દેવળીયા પાર્ક નામની એક નવી સફારી પણ શરૂ કરવામાં આવેલી છે. અહીં પણ સિંહ-સિંહણની જોડીઓ સહિતના અન્ય પ્રાણીઓનો વસવાટ છે. ગુરુવારે સિંહનું લોકેશન શોધવા માટે ગયેલા રજનીશ કેશવાલા નામના વનકર્મી ઉપર દેવળીયા પાર્કની સિંહની ફેમસ જોડી ગૌરવ અને ગૌતમ દ્વારા અચાનક જ હુમલો કરી દેવાયો હતો.