letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:41 AM
Saturday, December 15
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

આપણે આમ તો બેટી બચાવો અને બેટી પઢાવોના નારા જોરશોરથી ગાતા હોઇએ છીએ પરંતુ થોડા થોડા સમયે ગર્ભ પરીક્ષણના મસમોટા કૌભાંડો સામે આવે છે. ત્યારે ગોધરામાં પણ ગર્ભ પરીક્ષણનું કૌભાંડ સામે આવ્યું છે. રાજસ્થાન પીસીપીએનડીટી ટીમ સૌથી સક્રિય રીતે કામ કરી રહી છે અને આ ટિમ દ્વારા ગુજરાત માં પણ કેટલાક ડોકટરને ત્યાં રેડ કરી ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે. ત્યારે વધુ એક વાર પંચમહાલનાં ગોધરામાં મન્હા મેટરનિટી હોમ ચલાવતા ગાયનેક ડોક્ટર વસીમ મન્સૂરી છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતો ઝડપી પાડવામાં આવ્યો છે. તેના આ કામમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારના પ્રેક્ટિસ કરતા ડોકટરો કમિશનની આશા એ મદદ કરતા હતાસમગ્ર કિસ્સામાં રાજસ્થાનની ટીમને માહિતી મળતા તેમની ટીમ દ્વારા સૌ પ્રથમ તો મધ્ય પ્રદેશના કોઈ ડોક્ટર આ કામ કરી રહ્યા હોવાની બાતમીના આધારે તપાસ કરતા મધ્ય પ્રદેશના ડોક્ટર દ્વારા સંતરોડ ગામ જે મોરવા હડફ તાલુકામાં આવેલ છે. જ્યાંની એક નર્સ દ્વારા ગર્ભ પરીક્ષણની ગોઠવણ કરી અપાતી હોવાની વિગતો મળેલ જે અનુસાર ટીમ દ્વારા સંતરોડ ખાતે ડમી સગર્ભા સ્ત્રીની વ્યવસ્થા કરી નર્સ કરવામાં આવ્યો.