letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:15 AM
Saturday, December 15
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

સાઉદી અરેબિયામાં પહેલા પણ ગુજરાતી યુવકો રોજગારી મેળવવા ગયા અને ફસાયાના કિસ્સાઓ બન્યા છે. આવી જ રીતે હાલ ગુજરાતનાં 3 યુવાનો સહિત દેશભરના 200 જેટલા યુવાનો સાઉદી અરેબિયાના તાબુકમાં ફસાયા છે.જંબુસરના નવીન માછીએ જણાવ્યુ કે તેને ભારત મોકલવામાં આવતો નથી અને છેલ્લાં આઠ મહિનાથી તેનો પગાર પણ કરવામાં આવ્યો નથી. તેમજ તેના મેડીકલ કાર્ડ, વિઝા પુરા થઇ જવાથી જે એન્ડ પી કંપનીમાં કે દેશ કોઇ જવાબદારી લેતુ નથી. તેની જેમ સમગ્ર સાઉદી અરેબિયામાં 4500થી વધારે લોકો અલગ અલગ કેમ્પોમાં ફસાયા છે. તેમણે ટ્વીટર મારફત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરીને મદદ માંગી હતી. જેથી ઇન્ડિયન એમ્બેસીમાં જાણ કરવામાં આવતા અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા અને મદદથી ખાતરી આપી છે. હજુ સુધી ફસાયેલા યુવકોને ભારત મોકલવા માટે કોઇ કાર્યવાહી થઇ શકી નથી..