letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:42 AM
Saturday, December 15
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

સુરેન્દ્રનગરની હોટલમાંથી બોગસ તબીબ ઝડપાયાના બનાવનીશાહી હજુ સુકાઇ નથી ત્યાં પાટડી ગેસ્ટ હAાઉસમાંથી હરસ-મસા અને ભંગદર સહિત નપૂસંકતાની દવા કરતો બોગસ તબીબ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. પાટડી આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખી દરોડો પાડતા પત્રિકા અને દવાઓના જથ્થા સાથે બોગસ તબીબને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરાઇ છે. સુરેન્દ્રનગરની હોટલમાંથી નેચરોથેરાપીના સર્ટી સાથે એલોપેથીની દવા કરતો એમ.કે.પઠાણ નામનો બોગસ તબીબ ઝડપાયાની ઘટનાની શાહી હજી સુકાઇ નથી. ત્યાં પાટડી જૈનાબાદ રોડ ઉપર ડોક્ટર હાઉસની સામે આવેલા ક્રિષ્ના ગેસ્ટ હાઉસની બીજા માળે આવેલી રૂમમાં રાજસ્થાનના ભીલવાડા ગામનો મુસ્તુફા પઠાણ નામનો બોગસ તબીબ હરસ-મસા અને ભગંદર સહિત નપૂસંકતાની દવા કરતો હોવાની બાતમીના આધારે પાટડી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.રાજકુમાર રમન, ડો. બી.કે.વાઘેલા, ડો.પરમારભાઇ સહિતના અંતે પોલીસ સ્ટાફે ગેસ્ટ હાઉસમાં ઓચિંતો દરોડો કર્યો હતો. બોગસ તબીબ મુસ્તુફા પઠાણને ટેબલ પર ગોઠવેલી વિવિધ દવાઓના જથ્થા અને 96 જેટલી પત્રીકા કબ્જે લઇ પાટડી પોલીસ સ્ટાફને બોલાવી પંચ રોજકામ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.અને દવાઓના જથ્થા સાથે બોગસ તબીબને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરાઇ છે.