letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:55 AM
Wednesday, June 26
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

રાજ્યમાં બેરોજગારીનો દર દેશમાં સૌથી ઓછો છે. વર્ષ 2018માં ઘટીને 4.05 લાખ હોવાનો દાવો શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ વિપુલ મિત્રાએ કર્યો છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું કે દર વર્ષે વિવિધ યુનિવર્સિટીમાંથી સાડા ત્રણથી ચાર લાખ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવે છે તેમાંથી માત્ર એકથી સવા લાખ વિદ્યાર્થીઓ નોકરીની શોધમાં નીકળે છે. હવે બેરોજગાર એપ્લિકેશનથી ઘેરબેઠાં નોંધણી કરાવી શકશે. શર્માએ કહ્યું કે આ સવા લાખ પૈકી પણ અનેક વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ તરફ વળ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા 28 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી દરમિયાન 28 સ્થળોએ કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં વિવિધ કંપનીઓએ 52 હજાર જેટલી જગ્યાઓ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેની સામે 60 હજાર ઉમેદવારોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઇન્ડસ્ટ્રીઝ તરફથી જે પ્રકારની નોકરીની જરૂરિયાત માટે પ્રોફાઇલ આવી છે તેનો અભ્યાસ કરીને શિક્ષણના અભ્યાસક્રમમાં તે મુજબના ફેરફાર કરવામાં આવશે.