letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:29 AM
Wednesday, October 16
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

નવરાત્રિના તહેવારની ઉજવણીના રૂપ છે અનેક અને એમાં પણ વિશેષ જામનગરમાં આઇશ્રી સોનલ-માં ની આરાધના સાથે ચારણ સમાજ દ્વારા રજુ કરાઇ છે. દેશ વિદેશમાં ખ્યાતિ પામનાર મણીયારો રાસ તેમજ ચારણ સમાજની બાળાઓ પારંપરિક ચારણી પહેરવેશમાં અનોખો ત્રિશુલ રાસ પ્રસ્તુત કરે છે. આ પ્રાચીન ગરબાની એક અનોખી પરંપરા છે. અર્વાચિન દાંડીયાના યુગમાં પ્રાચીનતા જાળવવી એટલી જ મુશ્કેલ છે તો છેલ્લાં ત્રેવીસ વર્ષથી જામનગરમાં ચારણ સમાજ દ્વારા આઇશ્રી સોનલ માના મંદિર ખાતે નવરાત્રીના નવે નવ દિવસ ચારણ સમાજના યુવાનો દ્વારા અથાગ મહેનત અને પરિશ્રમથી રજૂ કરાય છે. દેશ વિદેશમાં ખ્યાતિ પામનાર મણિયારો રાસ તો બીજી તરફ ચારણ સમાજની નાની નાની બાળાઓ પોતાના ચારણી પહેરવેશમાં હાથમાં ત્રિશુલ લઈને માં જગદંબાની આરાધના રૂપી એવો ત્રિશુલ રાસ રજૂ કરવામાં આવે છે. જે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. ગરબા આયોજક દેવિદાન ગઢવીએ જણાવ્યું હતું કે જ્યારે દરરોજ રાત્રે આઇ શ્રી સોનલ માં ના મંદિર ખાતે રજૂ કરવામાં આવતાં આ રાસ દરમિયાન ચારણ સમાજના યુવાનોમાં પણ એક અનેરો જોમ અને જુસ્સો જોવા મળે છે અને ખાસ કરીને આ રસ રજૂ કરવા માટે તેમના દ્વારા એકથી દોઢ મહિનાની કઠીન મહેનત કરી સતત નવ દિવસ સુધી લોકો સમક્ષ આ રાસ રજૂ કરવામાં આવતા હોય છે. જોકે ચારણ સમાજનો મણિયારો રાસ જામનગર સહિત ગુજરાતમાં હંમેશા યોજાતી રાસ ગરબાની સ્પર્ધામાં પણ પ્રથમ આવ્યો છે. જ્યારે મણિયારો રાસ દેશ વિદેશમાં પણ ખૂબ જ ખ્યાતિ પામેલ છે.