letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:33 AM
Wednesday, October 16
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

સમગ્ર વિશ્વમાં 10 ઓક્ટોબરનો(10 October) દિવસ 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' (World Mental Health Day) તરીકે મનાવવામાં આવે છે. વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ(World Federation for Mental Health) દ્વારા વર્ષ 1992માં 10 ઓક્ટોબરના દિવસને 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ હતી. દર વર્ષે આ દિવસ માટે એક થીમ નક્કી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સની સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) પણ આ દિવસ મનાવવામાં વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થને મદદ કરે છે. આ વર્ષની થીમ "ઈન્ટરનેશનલ એસોસિએશન ફોર સ્યુસાઈડ પ્રિવેન્શન એન્ડ યુનાઈટેડ ફોર ગ્લોબલ મેન્ટલ હેલ્થ"(International Association for Suicide Prevention and United for Global Mental Health) રાખવામાં આવી છે.  દર વર્ષે ભારતમાં 8 લાખ લોકો આપઘાત(Suicide) કરે છે, જેનો અર્થ એવો થાય કે દર 40 સેકન્ડમાં એક વ્યક્તિ આપઘાત(Suicide) કરે છે. આ કારણે ભારતમાં આ વર્ષની થીમ "40 સેકન્ડ્સ ઓફ એક્શન"(40 seconds of action) રાખવામાં આવી છે. તેનો હેતુ લોકોને આપઘાત કરતાં રોકવા અંગે જાગૃતિ લાવવાનો છે. ભારતમાં વિશ્વની 17 ટકા વસતી વસે છે અને આપઘાત કરીને મરનારા લોકોની વિશ્વમાં સૌથી વધુ સંખ્યા ભારતમાં છે.