letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:58 AM
Tuesday, January 21
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

12 જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશમાં સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે નેશનલ યૂથ ડે (રાષ્ટ્રીય યુવા દિવસ) ઊજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે દેશ-વિદેશમાં ભ્રમણ કરીને આપણી સંસ્કૃતિને ઉજાગર કરી હતી. આજે પણ તેમને વર્ષ 1983માં ‘રિલિજિયન પાર્લામેનટમાં આપેલા ઐતિહાસિક ભાષણ માટે દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાં યાદ કરવામાં આવે છે. દુનિયાભરમાં તેમની ખ્યાતિ અને સન્માન ભારતીય તરીકે ગૌરવનો અનુભવ કરાવે છે. ગુજરાતના પાલનપુરમાં જન્મેલા એક દીકરાએ પણ ભારતીયોને ગૌરવાંતિત કર્યા છે. દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020માં 38 વર્ષીય પ્રણવ મિસ્ત્રીએ ‘આર્ટિફિશિયલ હ્યુમન’ એવા ‘Neons’ મોડેલ્સ રજૂ કર્યા છે. આ મોડેલ્સને રજૂ કરીને ગુજરાત જ નહીં આખા દેશને ઘમંડ કરવા માટેની એક તક આપી છે. ટેક્નોલોજીની વાત આવે એટલે સામાન્ય રીતે આપણા મનમાં વિદેશોના નિષ્ણાતોનો ફાળો યાદ આવે છે પરંતુ ગુજરાતના પ્રણવ મિસ્ત્રીએ આ પરંપરાને તોડી છે. પ્રણવ મિસ્ત્રી સેમસંગ કંપની સાથે સંકળાયેલી સાયન્ટિફિક અને ટેક્નોલોજિકલ એડવાન્સ રિસર્ચ લેબોરેટરી ફર્મ સ્ટાર લેબ્સના પ્રેસિડન્ટ અને CEO છે. CES 2020 ઇવેન્ટમાં કંપનીનું પ્રતિનિધિત્વ કરતા પ્રણવે Neons રજૂ કર્યા હતા. તેને જોઈને હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થયા હતા.