letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:53 AM
Wednesday, July 8
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ખેરગામમાં ફેસબુક ઓનલાઇન ચાલી રહેલી દેવીભાગવત કથામાં શુક્રવારે ‘અંબાજી પ્રાગટ્ય’ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જય ભવાની-જય અંબે નો નાદ ફેસબુક પર કથા નિહાળી રહેલા 16000 શ્રોતાઓ કર્યો ત્યારે વાતાવરણ ‘અંબે’ ના નામથી ગુંજી ઉઠ્યું હતું. કોસંબાના કૌશિકભાઇ નાનુભાઇ ટંડેલના હસ્તે માતાજીનું પારણું ઝુલાવાયું હતું. સંગીતકાર મહેન્દ્ર પટેલ દ્વારા રાજસ્થાની ભાષામાં “ઠુમકડા ઘર આવો રે અંબે માં ......ખોલો મારા રૂદિયાના તારા...રે” ગવાયું હતું. દેવીભાગવત કથામાં વ્યાસપીઠ પરથી પ્રફુલભાઇ શુકલ એ કહ્યું હતું કે જગતમાં મહિષાસુર રૂપી અસુરો વધે છે ત્યારે જગત નિયંતા જગતજનની જગદંબાનું પ્રાગટ્ય થાય છે. દેશની સરહદ પર દુશ્મનો જે હિલચાલ કરી રહ્યા છે.એને આપણા વીર સૈનિકો સફળ થવા દેશે નહીં. માં ભારતની રક્ષા કરતા સૈનિકોને વ્યાસપીઠ પરથી બિરદાવામાં આવ્યા હતા. કથામાં અંબાજીથી લાવવામાં આવેલી માતાજીની ચુંદડી અને કંકુનો પ્રસાદ ઉછાળવામાં આવ્યો હતો. લોકડાઉનના નિયમોને કારણે સિમિત સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓએ એનો લાભ લીધો હતો. નવચંડી યજ્ઞના મનોરથી રિતેશભાઈ રમેશભાઈ પટેલ (મોટા વરાછા) દ્વારા માતાજીનો હવન સંપન્ન થયો હતો.