letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
8:45 AM
Wednesday, July 8
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

દેશ સહિત વિદેશમાં કચ્છની ખારેક પ્રખ્યાત છે. દર વર્ષે અહીંથી મોટા પાયે ખારેકની નિકાસ પણ કરવામાં આવે છે. આ વર્ષએ પણ કચ્છમાં ખારેકનું મોટા પાયે વાવેતર થયું છે. કચ્છમાં આ વર્ષે 18 હજાર હેકટરમાં દેશી અને બહરી ખારેકનું વાવેતર થયું છે, જેના થકી 1 લાખ 74 હજાર મેટ્રિક ટન ખારેકનું ઉત્પાદન થવાની શકયતા છે. જિલ્લામાં માંડવી, મુંદરા, નખત્રાણા અને ભુજ તાલુકામાં ખારેકના બગીચા આવેલા છે. રાપરમાં પણ ગત વર્ષે વાવેતર થયું છે. ખાસ તો ઝાડની જેટલી સારી માવજત તેટલી સારી ઉંમર રહે છે. ૩થી 4 વર્ષના ઝાડ થાય પછી ઉત્પાદન મળે છે. મુંદરામાં 150 વર્ષ જુના ખારેકના ઝાડ જોવા મળે છે. જે માવજતના કારણે શકય છે. ખારેકના પાકને પુષ્કળ પાણી પણ જોઈએ છે, જેનાથી સારો પાક ઉગે છે. કચ્છમાં ખેડૂતોને માહિતી પહોંચાડવા માટે વોટસેએપ ગ્રુપ પણ બનાવાયા છે, જેના થકી ખારેકની ખેતી કરતા ખેડૂતો સુધી માહિતી પહોંચતી કરાય છે. કચ્છી ખારેક નામ સાંભળતા મોમાં પાણી આવી જાય એવી મીઠાશ આ કચ્છી ખારેકની છે. પૂર્વજોના વખતથી ખેતી કરતા ખેડૂતો થોડા આ વર્ષે નિરાશ પણ થયા છે. 100 એકરમાં ખારેકનું વાવેતર કર્યું પણ આ વખતે વાતાવરણના લીધે પાક ઓછો આવ્યો હોવાની વાત ખેડૂતે કરી હતી.જો કે આ વર્ષે ઝાકળ ઓછી પડી તાપમાનમાં ફરક રહ્યો વાતાવરણને લીધે ક્યાંક ખેડૂતોનો માલ પૂરો ઉતર્યો નથી. સારી ગુણવત્તાવાળી ખારેકના 200-250થી 500 રૂપિયે કિલો સુધીના ભાવ મળી રહેશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.  ભારે ક્ષારવાળા પાણીમાં પણ પાકી જતી ખારેકનું ભવિષ્ય કચ્છમાં ઉજ્જવળ છે અને કચ્છના અર્થતંત્રમાં ગતિ લાવનાર બાગાયતી પાકોની વાત કરીએ તો કેસર કેરી, દાડમ જેવા કમાઉ' પાકોને પણ પાછળ રાખી દેતાં કચ્છની ખારેક મોખરાનાં સ્થાને છે.  ખારેકનું ચિત્ર કેરી કરતાંયે સારું છે.