બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નગાણા ગામના અભણ મહિલાએ દૂધમાં શ્વેતક્રાંતિ લાવી છે. તેમણે વર્ષ 2020માં અધધ કહી શકાય તેમ રૂપિયા 1.10 કરોડનું દૂધ ભરાવી રેકોર્ડ સર્જ્યો છે. આમ આ અભણ મહિલા મહિને 3.50 લાખ નફો રળી રહ્યા છે. અને આગામી વર્ષે હજુ પણ વધુ આર્થિક ઉપાર્જન માટે કટિબધ્ધતા વ્યકત કરી રહ્યા છે. બનાસકાંઠાની પશુપાલક બહેનો પરિવારની દેખભાળ સાથે પશુપાલન વ્યવસાયમાં શ્વેતક્રાંતિ લાવી રહી છે.


Gujarat News
04 Jan 2021