04 Jan 2021
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-19ની પરિસ્થિતિમાં બંધ રહેલી શૈક્ષણિક સંસ્થાઓ-સ્કૂલોને રાહત આપતો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીના આ નિર્ણય અનુસાર, રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ/સ્કૂલોના નામે નોંધાયેલી અને ચાલતી અને 1 એપ્રિલ-2017 પહેલાં રજિસ્ટ્રર્ડ થયેલી બસો માટે 1 એપ્રિલ-2020થી 31 ડિસેમ્બર-2020 સુધીના સમય માટેનો મોટર વાહનવેરો માફ કરવામાં આવ્યો છે.