letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
4:30 PM
Thursday, January 28
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

કેપીટલ રેલવે સ્ટેશનની ઉપર આકાર લઇ રહેલી હોટલની કામગીરી તડામાર ચાલી રહી છે. નવીન બનનાર હોટલમાં જવા માટે વાવોલ તરફથી એન્ટ્રી રાખવામાં આવી છે. આથી આસપાસના સમગ્ર વિસ્તારને હરીયાળો કરવા માટે વન વિભાગ દ્વારા અંદાજે 5 હજાર વૃક્ષોના રોપોની વાવણી કરાશે. રાજ્યના પાટનગરની મહાત્મા મંદિર બાદ કેપીટલ રેલવે સ્ટેશન નવી ઓળખ બની રહેશે. રેલ્વે સ્ટેશનની ઉપર આકાર લઇ રહેલી સેવન સ્ટાર હોટલને કામગીરી પૂર્ણતાના આરે હોય તેમ ચાલી રહેલી તડામાર તૈયારીઓ પરથી લાગી રહ્યું છે. દસ મંજિલા હોટલનું ડ્રીમ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હતું. ત્યારે કેપિટલ રેલવે સ્ટેશન ઉપરની હોટલના નિર્માણમાં આવતી તમામ પ્રકારની અડચણોને તંત્ર દ્વારા દુર કરવામાં આવી છે. તેમાં હોટલમાં પ્રવેશમાં માટે સી આકાર ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. બ્રીજ બની ગયા બાદ આસપાસના વિસ્તારમાં રહેલી ઝુંપડપટ્ટીને પણ યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા દુર કરીને સમગ્ર વિસ્તારને ખુલ્લો અને ચોખ્ખો કરી નાંખ્યો છે. ત્યારે હોટલના એન્ટ્રસને આકર્ષક બનાવવા માટે આસપાસના મેદાનમાં પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે.