letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:36 PM
Monday, March 1
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી મીટિંગને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી. જેમાં રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્ર શાસિત પ્રદેશના એડમિનિસ્ટ્રેટર અને લેફ્ટિનેન્ટ ગવર્નર સામેલ થયા. મોદીએ કહ્યું કે, દેશની પ્રગતિનો આધાર છે કે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કાર્ય કરે અને નિશ્વિત દિશામાં આગળ વધે. કો-ઓપરેટિવ ફેડરલિઝ્મને વધુ સાર્થક બનાવવું અને આટલું જ નહીં આપણે પ્રયત્નપૂર્વક કોમ્પીટિટીવ, કો-ઓપરેટિવ ફેડરલિઝ્મને માત્ર રાજ્યો વચ્ચે જ નહીં પણ જિલ્લાઓ સુધી પણ લઈ જવાનું છે. મોદીએ કહ્યું કે, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, તેમ છતા આજે લગભગ 65-70 હજાર કરોડ રૂપિયાનું ખાદ્ય તેલ આપણે બહારથી લાવીએ છીએ. આ આપણે બંધ કરી શકીએ છીએ. આપણા ખેડૂતોના ખાતામાં પૈસા જઈ શકે છે. આ પૈસાના હકદાર આપણો ખેડૂત છે, જેના માટે આપણી યોજનાઓ એ પ્રકારે બનાવવાની રહેશે.