letstalk-city.com
cloudy
1:20 PM
Thursday, May 24
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

રાજ્યમાં માથુ તપાવી નાંખતી ગરમીને કારણે લોકો હવે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. ત્યારે આનંદની વાત એ છે કે, જૂનનાં પ્રથમ અઠવાડિયાથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. એટલું જ નહિ, પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 1 થી 5મી જૂન દરમિયાન સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી હવામાન વિશેષજ્ઞે કરી છે. તો બીજી બાજુ અરબી સમુદ્રમાં જો સાઈક્લોન સર્જાય અને તે ઓમાન તરફ ગતિ કરે તો ગુજરાત સહિત ભારતનાં મોન્સૂન પ્રોગ્રેસમાં 7 દિવસનો બ્રેક આવી શકે છે, નહિ તો કેરળમાં 1 લી જૂનથી ચોમાસું બેસવાની શક્યતા છે. પરંતુ, દેશભરમાં જુલાઇ-ઓગસ્ટમાં ચોમાસું નબળંુ પડવાની શક્યતા નકારી શકાય નહિ.